સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું રહેણાંક વિસ્તાર શાળા થી દુર હોય તો વાહન વ્યવસ્થાના અભાવે બાળકો સુધી પહોચતા ન હોય અને તેઓનો અભ્યાસ છૂટતો હોવાથી રાજ્ય સરકારે બાળકોની હાજરી નિયમિત કરવા ખાનગી વાહન ભાડે રાખવા યોજના જાહેર કરી હતી ગત વર્ષ સુધી મોટાભાગની શાળામાં વ્યવસ્થા ચાલતી હતી જોકે આ વર્ષથી રાજ્ય સરકારે શાળામાં વાહન ચલાવવા કોમર્સિયલ નંબર પ્લેટ ફરજીયાત કરતા જિલ્લાની મોટાભાગની શાળામાં આ વ્યવસ્થા બંધ થઇ ગઈ છે અગાઉ મોરબી જિલ્લાની શાળાઓમાં લગભગ 50થી વધુ વાહન ચાલતી હતી જોકે આ વર્ષથી માત્ર 2-3 શાળામાં વાહન ચાલી રહી છે જેનું કારણ ટ્રાન્સપોર્ટ વાહન માટે નિયમ કડક થતા વાહન ચાલકો સરકારી શાળામાં વાહન ચલાવવા રાજી ન થતા શાળાઓ દરખાસ્ત જ ન કરી શકી પરિણામે અનેક શાળામાં બાળકો ચાલીને શાળાએ જવા મજબુર થયા છે
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધો.1 થી 5 માં 1.5 કિલોમીટર દૂરથી અને ધો.6 થી 8 માં ત્રણ કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે પણ રાજકોટમાં થયેલ અગ્નિકાંડ પરિણામે સ્કૂલના વિદ્યાર્થીઓના પરિવહન માટે આર.ટી.ઓ.કચેરી પરિપત્ર અનુસંધાને સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે કોમર્શિયલ (પીળી નંબર પ્લેટ વાળું) વાહન જ ઉપયોગમાં લેવાની સૂચના છે પણ હાલ સમગ્ર રાજય સહિત મોરબી જિલ્લામાં કોમર્શિયલ (પીળી નંબર પ્લેટ વાળું) વાહન ઉપલબ્ધ ન હોય અને કોમર્શિયલ વાહન માટે ખૂબ લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય પીળી નંબર પ્લેટ કરવા માટે ઘણો બધો સમય લાગે તેમ હોય કોમર્શિયલ વાહન સિવાય સમગ્ર શિક્ષા અભિયાન માંથી બાળકો માટે પરિવહન વ્યવસ્થા હાલ પૂરતી થઈ શકે તેમ ન હોય વિદ્યાર્થીઓ આવા ધોમધખતા તાપમાં દફતરનો ભાર સાથે પગપાળા ચાલીને ઘરેથી શાળાએ આવે છે અને શાળા થી ઘરે જાય છે,ઘણા વિદ્યાર્થીઓ પરિવહન વાહન ના અભાવે સરકારી શાળા છોડી ખાનગી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે,કારણ કે ખાનગી શાળામાં સાદા વાહન સફેદ નંબર પ્લેટની હાલ છૂટ હોય વિદ્યાર્થીઓને શાળાએ ચાલીને જવું ન પડે એટલે ખાનગી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.અને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવતા નથી પરિણામે આ વર્ષે સરકારી શાળામાં છાત્રોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા સેવાઈ રહી છે ,

