હળવદ તાલુકાના નવા અમરપરા (પ્રકાશનગર ) ગામમાં રહેતા અને દલસુખભાઇ લાલજીભાઇ દલવાડીની વાડીમાં મજુરી કામ કરતા મૂળ કવાંટ તાલુકાના હરસિંગભાઇ રમણભાઈ રાઠવા નામના મજુરનો 9 વર્ષીય પુત્ર કરમ સિંગ ગત તા.12 ના રોજ બપોરના એક થી બે વાગ્યા દરમ્યાન શાળામાં રીસેસના સમયે તેના નાનાભાઇ અશ્વિન તથા અન્ય એક છોકરા નિતેશ સાથે નવા અમરાપર (પ્રકાશનગર) પાસેથી પ્રસાર થતી નર્મદા કેનાલ પાસે પહોચી ગયા હતા અને ત્યાં પોતે નર્મદા કેનાલના વહેતા પાણીમાં નાહવા ગયેલ તે વખતે અકસ્માતે પાણી માં તણાઇ ગયો હતો અને દુર નીકળી ગયો હતો જે બાદ તેના સાથેના અન્ય બાળકોએ પરિવાર જનોને જાણ કરતા ગ્રામજનોએ મળી બાળકની શોધખોળ કરી હતી 24 કલાક કરતા પણ વધારે સમયસુધી શોધખોળ કરવા છતાં બાળકનો પત્તો લાગ્યો ન હતો જેથી પોલીસે અને સ્થાનિક તરવૈયાએ શોધખોળ હાથ ધરી છે.

