પોસ્ટ ઑફીસના નામે સાઈબર ફ્રોડ કરતી ગેંગે મેસેજ મોકલવાનું ચાલુ કર્યા છે જેમાં તમને જણાવવામાં આવે કે તમારું પાર્સલ અમારા ગોડાઉનએ આવી પહોચ્યું છે પરંતુ અધૂરું સરનામું હોવાના લીધે તમને મળી શક્યું નથી તમારું પાર્સલ મેળવવા માટે નીચે આપેલી લિંકમાં પર ક્લિક કરી વિગતો આપો આ બહાને તમારા બેંક એકાઉન્ટના વિગતો મેળવી લઈ તમારા બેંક એકાઉન્ટમાં રહેલ રકમ ઉપાડી લઈ એકાઉન્ટ ખાલી કરી નાખશે માટે આવા કોઈ પણ પ્રકારના મેસેજની લિંક ખોલશો નહિ સાવધાન રહો અને આવા પ્રકારના સાયબર ફ્રોડ થી બચો
આજના સમયમાં લોકો ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે મોટાભાગના કામ મોબાઈલ પર ઓનલાઇન થતાં હોય છે વિવિધ સરકારી કચેરીઓ જેમાં બેંક, વિમાં પોસ્ટ ઓફિસ, સહિતની અલગ અલગ સુવિધા પૂરી પાડતી કચેરી તેની સેવા લગતા મેસેજ ગ્રાહક ના મોબાઈલ પર મોકલતા હોય છે ત્યારે આવા જ મેસેજ નો ઉપયોગ હવે સાઇબર ક્રાઇમ કરતા તત્વો કરતા થઈ ગયા છે
થોડા કેટલાક સમય થી કેટલાક લોકોના મોબાઇલ પર ઇન્ડિયા પોસ્ટ નામથી ફ્રોડ મેસેજ ફરી રહ્યા છે જેમાં તેઓના નામનું પાર્સલ હોય અને આં પાર્સલ અધૂરા એડ્રેસ નું હોવાનું કહી એક લિંક મોકલી છે જેના પર ક્લિક કરવાથી આર્થિક નુકસાન થવાની શક્યતા છે જેથી આવા મેસેજ માં કોઈ પણ પ્રકારનો જવાબ ન આપવા કે લીક પર ક્લિક કરવી નહિ જો ક્લિક કરશો તો તમારી માહિતી તેમના સુધી પહોંચી જશે અને આર્થિક નુકશાન થઇ શકે છે.

