(1) વાંકાનેરની વરડુસર ચોકડી પાસે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
વાંકાનેર પોલીસે બાતમીના આધારે વરડુસર ચોકડી પાસે રેડ મારતા ત્યાંથી જુગાર રમતા રણછોડભાઇ મયાભાઇ ડાભી, જગદીશભાઇ ધરમશીભાઇ વીંઝવાડીયા, હઠાભાઇ ઝાલાભાઇ લામકા, પ્રેમજીભાઇ ઉર્ફે પેમાભાઇ અમરશીભાઇ ઝરવરીયા અને ગોપાલભાઇ રૂડાભાઇ લાંબરીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-4,000 નો મળેલ મુદામાલ વાંકાનેર પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)મોરબીના કુબેરનગર જવાના રસ્તા પાસે જુગાર રમતા બે શખ્સો પકડાયા
મોરબીના કુબેરનગર-1જવાના રસ્તા શનીદેવના મંદીર પાસે રહેતા મહેશભાઇ બાબુભાઇ ઓગણીયા અને ચંદુભાઇ નાનજીભાઇ કાઠીયાને જુગાર રમતા પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.-11,300 નો મુદામાલ મળી આવ્યો હતો. તે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે જુગારઘારા કલમ હેઠળ ગુનાની નોધ કરી છે.
(3)હળવદના જુના ધનાળા ગામે દારૂ સાથે સુરેન્દ્રનગરના બે શખ્સો ઝડપાયા
હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જુના ધનાળા ગામની ફાટક પાસે GJ-13-AV-2845 નંબરની સીએનજી રિક્ષામાં વિદેશી દારૂ સાથે બળદેવગર મહાદેવભાઇ ગોસાઇ અને વિશાલ સવજીભાઇ કાચરોલા ને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સોની રિક્ષામાંથી વિદેશી દારૂ ની બોટલો નંગ-12 કુલ કિંમત રૂ.- 4,800 અને તેની સીએનજી રિક્ષા સહીત કુલ રૂ.-54,800 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એકટ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4)ટંકારાના વિરપર ગામ પાસે ટ્રક ટેન્કર સાથે અથડાતા એકનું મોત
ટંકારાના વિરપર ગામથી મોરબી તરફ જવાના રસ્તા પાસે આવેલ વાડીમાં ગુડડુરાય શીવનાથરાયએ GJ-12-AN-1889 નંબરના ટેન્કર વડે રોડની વચ્ચેના ભાગે વાવેલ ઝાડવાને પાણી પાઇ રહ્યા હતા. તે સમયે GJ-03-AT-3658 નંબરનો ટ્રક ચાલક પુરૂઝડપે અને બેફિકરાઇથી ચલાવી રોડ પાસે ટેન્કર સાથે ભટકાવી ટેન્કર ચાલકને શરીરે ઇજા કરી તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતા તેનું મુત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે તેના પત્ની સુનીતાબેને ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

