HomeGujaratહળવદના સુંદરીભવાની ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી પકડાઈ,બે એસ્કેવેટર મશીન તેમજ એક...

હળવદના સુંદરીભવાની ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી પકડાઈ,બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર જપ્ત

મોરબી ખાણ ખનીજ વિભાગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામેથી ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લઈ બે એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર કબ્જે કર્યા.

મોરબી ખાણ-ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી જે એસ વાઢેરની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી બાબતે મળતી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદો અન્વયે તા-11/07/2024ના રોજ આકસ્મિત રેડ દરમ્યાન બે એસ્કેવેટર મશીન જે પૈકી (1) ટાટા હિટાચી THEDCOLOJ00000291 જેના માલિક ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ (2) હ્યુન્ડાઈ HYNDN633VE0069163 જેના માલિક રાજુભાઈ તખુભાઈ રાજપુત તેમજ એક ડમ્પર વાહન GJ-36X-3058 જેના માલિક હરેશભાઈ તખુભાઈ ટાંક હોવાનું સામે આવ્યું હતું.જેથી ફાયરક્લે ખનીજ ના ગેરકાયદેસર ખનન-વહન બદલ સદર તમામ વાહન/મશિન ને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મુકવામાં આવેલ તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW