મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભડિયાદ ગામ નજીક તા. ૨૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાય છે. ભડીયાદ ગામની સીમ મિલેનિયા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલા ઊંડા વોકળાના પાણીમાંથી લાશ કોહવાયેલી તરતી મળી આવી હતી આ લાશનું પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.
આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોય એવી આ વ્યક્તિની લાશના ગળાના ભાગે કાળો દોરો પહેરેલો છે અને જમણા કાનની બુટ્ટીમાં પીળી ધાતુની કડી પહેરેલી છે. આ વ્યક્તિએ કાળી સફેદ કલરનો ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ તથા કમરે કાળુ નાઈટ ટ્રેક પહેરેલું છે. આ લાશનું પોસ્ટમોર્ટમ કરીને ઓળખ માટે મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.
આ વ્યક્તિને કોઈ જાણતું હોય અથવા અન્ય કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.વી. સોલંકીના મોબાઈલ નંબર ૭૯૯૦૨૪૮૪૮૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.