HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા સીમમાં આવેલ ખોડીયાર સીરામીક કારખાના સામે જુગાર રમતા આઠ શખ્સો ને પોલીસે ઝડપી લીધા હતા. વિનોદભાઇ પ્રવિણભાઇ ગોસ્વામી, સોહનલાલ રાજારામભાઇ અહિરવાલ, શિવાજીભાઇ તિરૂપતીભાઇ પાત્રા, જીતેનભાઇ શત્રુઘન લોધી, બબલુ બ્રિન્દ્રાવન લોધી, દરોગાભાઇ રામદ્દીનભાઇ ગૌત્તમ, અખીલેશભાઇ ઉર્ફે કરણભાઇ પ્રતાપભાઇ પાસવાન અને પિયુષભાઇ પ્રહલાદભાઇ ગુજારીયા નામના આ શખ્સો પાસેથી કુલ રૂ.- 65,500 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા છ શખ્સો પકડાયા

ટંકારાના જબલપુર ગામે રામજી મંદિર પાસે જુગાર રમતા મહેશભાઇ ઉર્ફે કાતીયો નરભેરામભાઇ કાનાણી, ગોરધનભાઇ ઠાકરશીભાઇ લો, અરજણભાઇ રામજીભાઇ કગથરા, હેમતભાઇ ડાયાભાઇ કુંડલીયા, હેમંતભાઇ કલ્યાણજીભાઇ ભાલોડીયા અને હીરાભાઇ ભગવાનજીભાઇ ભાલોડીયા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.- 62,700 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે છ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનાની નોધ કરી છે.

(3)વાંકાનેરના માટેલ ગામે દારૂ સાથે શખ્સ પકડાયો

વાંકાનેરના માટેલ ગામની સીમ અમરધામ પાસે દારૂ સાથે ચીંતનભાઇ સુરેશભાઇ પરમારને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રુ.- 260 નો જથ્થો પોલીસે જપ્ત કરી, વાંકાનેર તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4)વાંકાનેર – મોરબી હાઇવે પર ટ્રકને યુટર્ન લેતી વખતે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ઇજાગ્રસ્ત

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા નજીક સનહાર્ટ સિરામિક નજીક ડીવાઇડરની કટ્ટ પાસે ટ્રક ચાલક RJ-51-GA-3347 નંબરનું ટ્રક રોડ પર આગળ પાછળ જોયા વગર પોતાનો ટ્રક ડીવાઇડર કટમાંથી એકદમ યુટર્ન લેતી વખતે GJ-36-AH-7856 નંબરના બાઈકને જમણી સાઇડ ઠોકર મારતા બાઈક સવાર મહમદ સાહિદ અબ્દુલભાઈ પરાસરા નામના યુવાનને જમણા પગમાં ઘુંટણના ભાગે તથા ઘુંટીના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવ અંગે મહમદ સાહિદ અબ્દુલભાઈ પરાસરાની ફરિયાદ આધારે તે ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW