Thursday, July 4, 2024
HomeGujaratડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવની યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી...

ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવની યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી આવતીકાલથી શરુ

આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી 03 જુલાઇ 2024 થી આઇ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા  www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે આ પોર્ટ વર્ષ 2024-25 માં કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ 2024-25 માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ 03 જુલાઇ 2024 ના રોજ સવારે 10:30 કલાકે થી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,375FollowersFollow
2,000SubscribersSubscribe

TRENDING NOW