Thursday, July 4, 2024
HomeGujaratઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારને ન્યાય માટેની લડતમાં સહભાગી થવા જીજ્ઞેશ મેવાણી...

ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારને ન્યાય માટેની લડતમાં સહભાગી થવા જીજ્ઞેશ મેવાણી પીડિત પરિવારને મળ્યા

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન માનવ બેદરકારી અને સ્થાનિક તંત્રથી લઇ રાજ્ય સરકારની આંખ આડા કાન કરી જોતા રહેવાની મોટી દુર્ઘટનાઓ બની હતી જેમાં સુરત ના તક્ષશીલા કોમ્પેલેક્ષમાં આગજની ઘટના, મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની ઘટના, વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની ઘટના તેમજ રાજકોટ ના ટી આર પી ગેમ ઝોનની ઘટના બની હતી આં ચારેય દુર્ઘટનામાં સૌથી વધુ નાના ભૂલકાઓ ભોગ બન્યા હતા આ તમામ દુર્ઘટનાના પીડિતો ન્યાય માટે કોર્ટ અને રાજ્ય સરકારની કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે

જોકે ભૂતકાળમાં બનેલી એક પણ ઘટનામાં માત્ર વળતર સિવાય જવાબદા રો સામે એક્શન લેવામાં ન આવ્યા હોવાનાં આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ અગ્રણી જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ દ્વારા આં તમામ દુર્ઘટના પીડિતો ને મળી એક સાથે રાજ્ય સરકારને ઘેરવા અને ન્યાયની માગણી માટે તૈયારી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે અલગ અલગ દુર્ઘટનાના પીડિતો સાથે તાજેતરમાં મુલાકાત કર્યા બાદ આજે જીગેંશ મેવાની અને કોંગ્રેસ અગ્રણી મોરબી ઝૂલતાં પુલ ટ્રેઝેડી એસોસિએશનના સદસ્યો અને પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને પીડિત પરિવારને ન્યાય અપાવવા લડત આપવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જીગ્નેશભાઈની મોરબીની મુલાકાત વખતે તેની સાથે લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ આંબલીયા સહિતના આગેવાનો તેમજ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW