Thursday, July 4, 2024
HomeGujaratગુજરાતના જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમ 51 ટકાથી વધુ ભરાયો

ગુજરાતના જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો

રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે પ્રાપ્ત થતા 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 206 માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા,11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60 ટકા પાણી સંગ્રહ થયું છે.

વધુમાં,ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21 ટકા, મધ્ય ગુજરાતના 17 માં 42 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 32 ટકા, કચ્છના 20 માં 21 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822 ક્યુસેક, ઉકાઈમાં 6,293 ,ઉબેણમાં 5,916 ,મોજમાં 3,952 તેમજ બાટવા -ખારો જળાશયમાં 3,859 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW