Thursday, July 4, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક મોડી રાત્રે ડમ્પર આગળ જતા વાહન સાથે અથડાતા, ચાલક...

મોરબીના લાલપર નજીક મોડી રાત્રે ડમ્પર આગળ જતા વાહન સાથે અથડાતા, ચાલક કેબીનમાં ફસાયો

ક્રેનની મદદથી ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે મોડી રાત્રે લીધે આગળ જતા વાહન ચાલક આડે સ્પીડ બ્રેકર આવી જતા તેનાથી બચવા વાહનમાં બ્રેક મારી હતી. અચાનક રીતે બ્રેક લગતા પાછળ આવતું ડમ્પર બેકાબુ બની ગયું હતું અને આગળના વાહનમાં પાછળના ભાગે ધડાકા ભેર અથડાયું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનો ડ્રાઈવર તેની કેબીનમાં જ ફસાઇ ગયો હતો જે બાદ ક્રેનની મદદથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે મોડી રાત્રીના સમયે સ્પીડબ્રેકરના લીધે બનાવ બન્યો હતો. જેમાં આગળ જતાં વાહન ચાલકે તેના વાહનને સ્પીડબ્રેકરના લીધે બ્રેક કરતાં પાછળ આવી રહેલ ડમ્પર તેમાં અથડાયું હતું અને અકસ્માત થયો હતો. ત્યારે ડમ્પરનો ડ્રાઈવર તેના વાહનમાં ફસાઈ ગયો હતો જેના કારણે જેથી ડમ્પરમાં ફસાયેલ ડ્રાઇવરને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી અને વાહનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢીને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.
મોરબી -લાલપર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર બનાવવામાં આવેલ સ્પીડ બ્રેકરના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માત વધી રહ્યા છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,375FollowersFollow
2,000SubscribersSubscribe

TRENDING NOW