Sunday, June 30, 2024
HomeGujaratમોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં 19 થી 27 જૂન દરમિયાન સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ...

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં 19 થી 27 જૂન દરમિયાન સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

Advertisement

મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, મોરબીના સંયુકત ઉપક્રમે પ્રોપેન અને એલ.પી.જી.ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અનુસંધાને તા.19/06/2024 થી 27/06/2024 માં સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 9 જેટલા ગૃપ પાડીને મોરબીના દરેક વિસ્તારને આવરી લેવાયા હતા. જેમાં કુલ 304 ઔદ્યોગિક એકમો અને 660 વ્યક્તિએ ભાગ લીધો હતો.

આ ટ્રેનીંગ દરમિયાન ઉપસ્થિતોને પ્રોપેન અને એલ.પી.જી.ને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાને અન્યને તેમજ માલ-મિલકતને ઓછામાં ઓછું નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ સેફ્ટીના સાધનોનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપી રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.અંતિમ દિવસે એરાકોન વિટ્રીફાઇડ માટેલ ખાતે રાખવામાં આવેલા સેશન દરમિયાન વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મોરબી કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડો. ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,730FollowersFollow
1,740SubscribersSubscribe

TRENDING NOW