Thursday, July 4, 2024
HomeGujaratવાંકાનેરના ઢુવામાં PGVCLનું સબ ડીવીઝન મંજૂર, ઉદ્યોગકારોએ ધારાસભ્યનો માન્યો આભાર

વાંકાનેરના ઢુવામાં PGVCLનું સબ ડીવીઝન મંજૂર, ઉદ્યોગકારોએ ધારાસભ્યનો માન્યો આભાર

વાંકાનેર તાલુકાના સિરામિક એકમો ધરાવતા રાતવીરડા, સરતાનપુર, ઢુવા, માટેલ, લાકડધાર વિસ્તારમાં અવાર નવાર વીજ ફોલ્ટ સર્જાતો હોય છેલ્લા ઘણા સમયથી મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ઢુવા ગામે સબ ડિવિઝન બનાવવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આ રાજ્ય સરકારમાં કરેલી રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા ઢુવા ગામે ફોલ્ડ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે.

ઢુવા ગ્રામ પંચાયત અને મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ઢુવા ગામે ફોલ્ટ સેન્ટર ફાળવવા બાબતે 22 માર્ચ, 2023ના રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ત્રણ વખત રાજ્ય સરકારના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ઢુવા ગામે નવીન સબ ડિવિઝન ફાળવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે આ તકે ઢુવા ગ્રામ પંચાયત અને મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ધારાસભ્ય જીતુ સોમાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW