Tuesday, October 28, 2025
HomeGujaratવાંકાનેર નજીક ગ્રેનીટો ફેક્ટરીમાં ગેસ લીકેજની મોકડ્રિલ કરાઈ

વાંકાનેર નજીક ગ્રેનીટો ફેક્ટરીમાં ગેસ લીકેજની મોકડ્રિલ કરાઈ

આજરોજ તારીખ૨૫-06-2024 ના રોજ સવારે 11:18 કલાકે મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ ખાતે સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરી કલર ગ્રેનીટો પ્રા.લી. માં પ્રોપેન ગેસ લીકેજની જાણ કારખાનાના માલિક નિશાંતુ પટેલ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબીને કરવામાં આવી હતી

ઘટનાની જાણ થતાં જ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હરકતમાં આવ્યું હતું. ગણતરીના સમયમાં અગ્નિશામક મોરબી,  મામલતદાર ઓફિસ વાંકાનેર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, આરટીઓ ઓફિસ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જીપીસીબી ઓફિસ, ગુજરાત ગેસ ઓફિસ તથા હેલ્થ ડિપાર્ટમેન્ટ સહિત ના વહીવટ તંત્રના વિભાગોની ટીમ કામગીરીમાં લાગી ગઈ હતી. પીએચસી ઢુંવા અને 108 દ્વારા તુરંત બનાવનાર સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત ગેસ દ્વારા ગેસ લીકેજના સ્ત્રોત સ્ત્રાવ ક્ષેત્રમાં એલપીજી ગેસ મોનિટરિંગ કરતા જ્યારે વાતાવરણમાં એલપીજી સદંતર પણે નાબૂદ થયું ત્યારે ઓલ ક્લિયર અંગેનું સિગ્નલ આપ્યું હતું.

આ બનાવના સમયે દરમિયાન કારખાનામાં આવેલ ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિ બેભાન થઈ જતા તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમયસર સારવાર મળવાથી કોઈપણ પ્રકારની મોટી જાનહાની  ટળી હતી. જ્યારે ગેસ લીકેજ ને તરત જ કંટ્રોલમાં લઈ લેતા વાતાવરણને પણ નુકસાન નહોતું થયું ત્યારબાદ જિલ્લા ઓથોરિટી દ્વારા ઓલ ક્લિયર થયા બાદ આ બનાવને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page