HomeGujaratપ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈનું ડીસાથી અપહરણ કરી, ઢોરમાર મારનાર મોરબીના ૫ શખ્સ...

પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈનું ડીસાથી અપહરણ કરી, ઢોરમાર મારનાર મોરબીના ૫ શખ્સ સામે ફરિયાદ

મૂળ મોરબીના વતની અને હાલ ડીસાના ધરતી રેસીડન્સીમાં રહેતા મયંક પટેલ નામના યુવકના નાના ભાઈએ મોરબીની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્નથી યુવતીના પરિજનો નારાજ હોય અને તે વાતનું મનદુઃખ રાખી 5 જેટલા શખ્સ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકના ભાઈના ઘરે પહોચ્યા હતા. અને ત્યાંથી મયંક પટેલનું કારમાં અપહરણ કર્યું હતું અને ત્યાંથી રાજસ્થાન અજાણ્યા ફાર્મ હાઉસમાં લઇ જઈ યુવકને ઢીકા પાટું અને પાઈપ વડે તેમજ બેલ્ટ થી ઢોર માર માર્યો હતોં બનાવમાં યુવકને હાથ ફેકચર જેવી ઈજા પહોચાડી હતી યુવતીના પરિજનો યુવકને મહેસાણા અને ત્યાંથી મોરબી તેમજ માળિયા એમ અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતોં અને તારો ભાઈ અમારી બહેનને ભગાડી ને લઇ ગયો છે તેનો પત્તો આપી દે નહિતર ગોળી મારી પતાવી દેશું તેવી ધમકી આપી હતી બાદમાં તેને માળિયા નજીક ઓનેસ્ટ હોટેલ પાસે છોડી દઈ ફરાર થઇ ગયા હતા જે બાદ યુવકે તેના સબંધીને ફોન કરતા તેના સબંધી આવી તેને લઇ ગયા હતા અને ડીસા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા બનાવ અંગે મયંકભાઈએ મોરબીના વિશાલ પટેલ ,આશિષ પટેલ , મુન્ના પટેલ,ભાવેશ અને ઉત્તમ સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW