Tuesday, October 28, 2025
HomeGujaratસુરેન્દ્રનગરના વઢવાણમાં SMC ત્રાટકી,11 જુગારી 5.26 લાખના મુદામાલ સાથે ઝડપાયા

સુરેન્દ્રનગરના વઢવાણમાં SMC ત્રાટકી,11 જુગારી 5.26 લાખના મુદામાલ સાથે ઝડપાયા

સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં મોડી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને વઢવાણ મન્સૂરી શેરી પાસે જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ, મોબાઇલ અને નવ વાહન સહિત કુલ રૂપિયા 5,26,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ ઝડપાયેલ 11 શખ્સો વિરુદ્ધ વઢવાણ પોલીસ મથકે જુગારધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય તેમજ ડીવાય એસપી કે ટી કામરીયા અને તેમની ટીમના પીએસઆઇ ડી.વી.ચિત્રા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ લાઈનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાં જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો. જેમાં ભવાનીસિંહ તખતસિંહ સોલંકી (વઢવાણ), બાબુભાઇ અમરશીભાઇ ચોવાસીયા (સુરેન્દ્રનગર), ગજેન્દ્રસિંહ હરિચંદ્રસિંહ ઝાલા (સુરેન્દ્રનગર), સોહેલ સદરૂદિન ચમડીયા (વઢવાણ), નરેશભાઈ ગોવિંદભાઇ આડેસરા (સુરેન્દ્રનગર), હરેશભાઇ જાદવભાઈ દુધરેજીયા (વઢવાણ), આનંદભાઈ લખમણભાઇ મકવાણા (સુરેન્દ્રનગર), અખતાભાઈ રહીમભાઈ વંથલી (વઢવાણ), ઈરફાનભાઈ કાસમભાઈ બેલીમ (વઢવાણ), અંકિતભાઈ રજનીભાઇ શાહ (સુરેન્દ્રનગર) અને રમેશભાઈ પુંજાભાઈ મોરી (વઢવાણ)ને જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડામાં રોકડા રૂ. 65,050, મોબાઈલ નંગ-10 કિંમત રૂ. 80,000 અને 9 વાહનો કિંમત રૂ. 3,80,000 મળી કુલ રૂ. 5,26,050 સાથે ઝડપી પાડી વઢવાણ પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વઢવાણ પીએસઆઇ ચલાવી રહ્યાં છે.


Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page