HomeGujaratહળવદમાથી પસારથતી ધાંગધ્રા બ્રાંચ કેનાલમાથી પરણિતાની લાશ મળી

હળવદમાથી પસારથતી ધાંગધ્રા બ્રાંચ કેનાલમાથી પરણિતાની લાશ મળી

હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગુરુવારે બપોરના સમયે હળવદમાં જ રહેતી મહિલા ડૂબી ગઈ હોવાની માહિતી મળતા ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી જે આજે બપોરે કેનાલમાથી પરીણિતાની લાશ મળી આવતા પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાથી પસારથતી ધાગંધ્રા બ્રાંચ કેનાલમાં મંજુલાબેન મનોજભાઈ પરમાર ઉંમર વર્ષ 26 ગુરૂવારના બપોરે કેનાલમાં ડૂબી ગયા હોવાની જાણ ફાયરની ટીમને થઈ હતી જ્યારે ફાયરની ટીમ દ્વારા ગુરુવારે શોધખોળ કરી હતી પરંતુ પતો નહીં લાગતા શુક્રવારે મોરબી ફાયરની ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી પરંતુ આજે શનિવારે બ્રાહ્મણી ડેમમાં હોડીની મદદથી પણ શોધખોળ કરી હતી ત્યારે આજે બપોરના સમયે બે દિવસ બાદ આ મહિલાની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે.અને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જોકે પરિવારજનોની માંગને લઈ મૃતક મહિલાની લાશનું ફોરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW