HomeGujaratમોરબી એલસીબી ટીમે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડતા દારૂ સાથે એક શખ્સ...

મોરબી એલસીબી ટીમે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડતા દારૂ સાથે એક શખ્સ ઝડપાયો,એક ફરાર

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે યમુનાનગર સોસાયટી રેડ મારતા શેરી નંબર-3 માં રહેતા અમીત દીલીપભાઇ સારલાના રહેણાંક મકાનમાંથી દારૂ નો જથ્થો પ્રાપ્ત થયો હતો.તે શખ્સના મકાનમાંથી વ્હાઇટ લેક વોડકાની બોટલો નંગ-47 અને પાવર કુલ બીયરના ટીન નંગ-47 મળી કુલ રૂ.- 9,400 નો મુદામાલ મળી વાયો હતો.પોલીસ દ્વારા આરોપીને પૂછપરછ કરતા તે શખ્સે કબુલ કર્યું હતું કે, તેને આ દારૂનો જથ્થો કેશુભાઇ રમેશભાઇ દેગામા પાસેથી લાવ્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી-પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી.

બાદમાં એલસીબી ટીમે લાભનગરમાં રહેતા દારૂના સપ્લાયર કેશુભાઇ રમેશભાઇ દેગામાના રહેણાંક મકાનમાં રેડ મારતા તેના મકાનમાંથી ઓરેન્જ વોડકાની બોટલો નંગ-140 તથા પાવર કુલ બીયરના ટીન નંગ-72 મળી કુલ કિ.રૂ.-21,200 નો મુદામાલ મળી આવ્યો હતો,પરંતુ તે આરોપી હાથ લાગ્યો ન હતો.પોલીસે મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. તે આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી-પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW