Tuesday, July 2, 2024
HomeGujaratસિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર સતત સંપર્કમાં હોવાનો...

સિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ માટે રાજ્ય સરકાર સતત સંપર્કમાં હોવાનો CMનો દાવો

Advertisement

લાચુંગ ગામે હોટલમાં ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસીઓ સલામત

સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામ ખાતેના  દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થતા આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.

રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી પરંતુ ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થયેલ છે. લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે. હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
43,983FollowersFollow
1,880SubscribersSubscribe

TRENDING NOW