મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારના મકાન અતિ જર્જરિત હાલતમાં છે મોટાભાગના ફ્લેટ પડવાની કગાર પર આવી ગયા છે બે દિવસ પહેલા જ એક મકાનમાંથી પ્લાસ્ટરના પોપડા ખરી પડવાની ઘટના બની હતી સદ નસીબે જાનહાની થઇ ન હતી જોકે હવે આગામી દિવસોમાં વરસાદી સીઝન શરુ થતા ગંભીર દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે ત્યારે મોરબીના કોંગ્રેસ અગ્રણી દ્વારા આજે કોંગ્રેસ અગ્રણી તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે જે મુજબ મોરબી શહેર શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ ના મકાનો આવેલ છે. આ મકાનો હાલમાં ખુબજ જર્જરિત હાલત માં છે. જે આ બાબતે જે વહેલાસર કોઈ ઠોસ પગલા નહિ લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનશે. આ માટે સોથી પહેલા હાઉસિંગ બોર્ડ માં હાલમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને રહેવા માંટેની સુવિધા કરવામાં આવે તે પ્રાથમિકતા દાખવવામાં આવે બાદમાં નવા મકાન બને તેમાં આ લોકોને જરૂરથી મકાન આપવામાં આવે તે વાત પણ સુનિશ્ચિત કરવા આ જગ્યા કોઈ બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર દ્વારા જ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ બાબતે કોંગ્રેસ અગ્રણીએ સીએમને વહેલી તકે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે

