HomeGujaratહળવદમા રણમલપુરના સરપંચને માર માર્યો એટ્રોસિટી હેઠળ ચાર સામે ગુનો દાખલ

હળવદમા રણમલપુરના સરપંચને માર માર્યો એટ્રોસિટી હેઠળ ચાર સામે ગુનો દાખલ

હળવદ તાલુકાના રણમલપુરના સરપંચને પેવર બ્લોકની કામગીરી ચાલુ હોય જ્યાં બોલાચાલી બાદ માર મારીને જાતિ પ્રત્યે અપમાનિત કરતાં રણમલપુરના સરપંચે એક મહિલા સહિત ચાર સામે હળવદ પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરાવ્યો છે જ્યારે વધુ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે પેવર બ્લોક નખવાની કામગીરી ચાલુ હોય જ્યા ગામના સરપંચ પુનાભાઇ દેવાભાઇ રાઠોડ સાથે ભૌતીકભાઇ રમેશભાઇ પટેલ, રમેશભાઇ મગનભાઇ પટેલ, સુરેશભાઇ દેવકરણભાઇ પટેલ અને શારદાબેન રમેશભાઇ પટેલે સરપંચ સાથે બોલાચાલી ઝગડો કરી જાતિ પ્રત્ય જાહેરમાં અપમાનિત કરી ગાળો બોલી શારદાબેને લાકડીથી માર મારી તેમજ ભૌતીકભાઇએ છુટ્ટા પથ્થરો મારી તથા રમેશભાઇ અને સુરેશભાઇએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટના અંગે હળવદ પોલીસે ચારેય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW