(1)ટંકારાના મીતાણા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ટંકારાના મીતાણા ગામે પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ મારતા જુના પાણીના સંપ પાસે જુગાર રમતા ઇકબાલભાઇ જમાલભાઇ ઠેબા, હીરાભાઇ મેધજીભાઇ પારઘી, ગોરધનભાઇ ગોવિંદભાઇ પારઘી, રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના અને યોગેશભાઇ પ્રવિણભાઇ જોગેલ ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-11,200 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો.તે પાંચ શખ્સો સામે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(2)મોરબીના સાવસર પ્લોટ પાસે નોટ નંબરનો જુગાર બે શખ્સો પકડાયા
મોરબીના સાવસર પ્લોટ જે.આર હોસ્પીટલ પાસે નોટ નંબરનો જુગાર રમતા ઇસ્માઇલભાઇ કાદરભાઇ બ્લોચ અને દીલીપભાઇ અમરશીભાઇ જાદવને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સો પાસેથી મળેલ કુલ રૂ.-2370 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.
(3)મોરબીના શક્તિધામ પાસે દારૂ સાથે મહિલા ઝડપાઈ
મોરબીના શક્તિધામ પાસે દારૂ સાથે દેવુબેન રાણીંગભાઇ વાઘેલા ને પોલીસે પકડી લીધી હતી.તે મહિલા પાસેથી દેશી દારૂ કુલ રૂ.-180 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે મહિલા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4)મોરબીમાં પરણીતાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટન્ડ પાછળ સુરેશભાઈના મકાનમાં રહેતા પયાલબેન પિન્ટુભાઈ વસુનીયા એ ગત દિવસે બે વાગ્યાની આસપાસ પોતાના ભાડાના મકાનમા કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો.ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવી હતી.ડો.જી એલ કાલરીયા એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે. એવામાં પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક પાયલબેનના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું તેમજ સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.
(5)મોરબીના સોખડા ગામે શેરીમાં કાર હાંકવા મામલે ચાર શખ્સોએ યુવાનને માર માર્યો
મોરબીના સોખડાગામમાં રહેતા ચેતનભાઇ બાબુભાઇ થરેસાના ભાઈ હિતેશભાઇને આરોપી રવુભા ગઢવી સાથે શેરીમાં ગાડી હાકવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી રવુભા ગઢવી, ભરતભાઇ ગઢવી, વિજયભા ગઢવી અને નિલેશભાઇ ગઢવીએ ધોકા સાથે ચેતનભાઇના ઘર પાસે આવીને વાંસામાં, પેટના ભાગે, માથામાં તથા ડાબા હાથમાં ધોકા મારી સામાન્ય મુંઢ ઇજા પહોચાડી હતી.આ બનાવ અંગે ચેતનભાઇ બાબુભાઇ થરેસાએ તે ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

