ચોમાસાનાં આગમનની રાહ જોવાઈ રહી છે અને તેની અસર ધીમે ધીમે થવા લાગી રહી છે અને તેના ભાગરૂપે ક્યાંક કયાંક વરસાદી માહોલ સર્જાયો હતો તો મોરબીમાં આજે સાંજના સમયે પવન પણ ફૂંકાયો હતો અને આ પવનના કારણે રવાપર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય સામે લીમડાના વૃક્ષની તોતિંગ ડાળી તૂટી પડી હતી અને તે ડાળી રોડ પર એકટીવા લઈને જતા કેતનભાઈ નામના આધેડ પર પડી હતી જેથી તેઓને શરીરમાં ગંભીર ઈજા પહોચી હતી ઘટના બાદ આસપાસ પસાર થતા લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં તેઓને કેટલી ઈજા પહોચી તે અંગે કોઈ માહિતી

