Sunday, July 7, 2024
HomeGujaratમોરબીમાં લખધીરપુરની મહિલા સરપંચનો અનોખો સંકલ્પ ગામમાં દીકરીનો જન્મ થશે તેને 1111રૂ...

મોરબીમાં લખધીરપુરની મહિલા સરપંચનો અનોખો સંકલ્પ ગામમાં દીકરીનો જન્મ થશે તેને 1111રૂ ભેટમાં આપશે

દિન પ્રતિદિન વધી રહેલી દીકરીઓની સંખ્યા સમાજ અને સમગ્ર દેશ માટે ચિંતાનું કારણ બની છે મોટા ભાગના પરિવારોમાં દીકરીની ઘટતી સંખ્યા વચ્ચે દીકરા દીકરી વચ્ચે સમતોલન જાળવવું પડકાર બન્યું છે અને તેના કારણે ખુદ સરકાર વર્ષોથી બેટી બચાઓ બેટી પઢાઓ સુત્ર સાથે અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે દીકરીના જન્મ પર ખુદ સરકાર આર્થિક સહાય કરે છે તેના પોષણ અને આરોગ્ય માટે મહીલા અને બાળ કલ્યાણ વિભાગ યોજના ચલાવે છે તો શિક્ષણ વિભાગ પણ બાળકીઓના શિક્ષણ પ્રત્યે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ હજુ ગ્રામ્ય વિસ્તારમાં આ ટલા પ્રયાસો છતાં પુરતી સફળતા નથી મળતી અને તેની પાછળ ક્યાંક નેક્યાક ગ્રામ્ય વિસ્તારમાં આગેવાનો લોકો સુધી યોગ્ય સંદેશ પહોચાડવામાં ઉણા ઉતરી રહ્યા હોય તેમ લાગે છે ત્યારે મોરબી માં એક ગામના મહિલા સરપંચે ગામમાં દીકરીઓના જન્મ બાબતમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે

મોરબીના લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમારે તેના જન્મ દિવસની સામાન્ય ઉજવણી કરવાના બદલે એક અનોખી પહેલ હાથમાં લીધી છે તેઓએ ગામમાં દીકરા દીકરી ના ભેદ ઓછા થાય અને વાલીઓ દીકરીને પણ દીકરા જેટલું જ મહત્વ આપે અને દીકરીના જન્મદર વધે તે માટે પ્રયાસ શરુ કર્યા છે અને તેના ભાગરૂપે તેઓં આગામી દિવસ દરમિયાન ગામમાં જે ઘરમાં દીકરીનો જન્મ થશે તે પરિવારને પોતાના ખિસ્સાના રૂ 1111 રોકડની ભેટ આપવાનો નિર્ણય લીધો છે અને આ રકમ તેઓ જ્યાં સુધી ગામના સરપંચ રહેશે ત્યાં સુધી કરશે આ ઉપરાંત ગામમાં દીકરીના આરોગ્ય અને શિક્ષણ બાબતે પણ જાગૃતિ લાવવા તેમજ સરકારી યોજનાઓનો દીકરીઓને પૂરતા લાભ અપાવવાના પ્રયાસ કરવાની પણ તૈયારી વ્યક્ત કરી છે
મહિલા સરપંચની આ પહેલ ને ગ્રામ જનોએ પણ હર્ષભેર વધાવી લીધી હતી અને આ એક નાનકડા પ્રયાસથી માત્ર લખધીરપુર જ નહી પણ આસપાસ અન્ય ગામના લોકો પણ પ્રેરણા લે તેવી આશા વ્યક્ત કરી છે

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW