HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)ટંકારાના મીતાણા ચોકડી પાસે દેશી તંમચો સાથે શખ્સ પકડાયો

ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મીતાણા ચોકડી પાસે દેશી તંમચા સાથે વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા ને ઝડપી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો (હથિયાર) નંગ-1 કુલ રૂ.-10,000 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ સામે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)મોરબીના શકત શનાળા પાસે દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના શકત શનાળા ગામ પાસે દારૂના ચપલા સાથે શાકીરભાઈ રજાકભાઈ બ્લોચ અને સાહીલભાઈ મહેબુબભાઈ ફલાણી ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી દારૂના ચપલા કુલ રૂ.-200 મુદામાલ મળ્યો હતો, જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. તે બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી.

(3)વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે વઘાસીયા ટોલનાકા પાસે રેડ મારતા તે સ્થળેથી i-20 કારમાં દારૂ સાથે શૈલેષભાઈ રાજાભાઈ સિહોર ને પોલીસે પકડી પાડ્યો હતો. તે શખ્સ કારમાં દેશી દારૂ હેરાફેરી કરતો હતો.તે શખ્સની કારમાંથી દેશી દારૂ કુલ રૂ.-3000 નો મુદામાલ મળ્યો હતો.વાંકાનેર પોલીસે શખ્સ ની કાર સહીત કુલ રૂ.-2,03,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW