હળવદ શહેરના ભવાનીનગર ઢોરામા આજે મંગળવારે બનેલી હત્યાના બનાવમાં પત્નીની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરીને પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવવાની મળતી માહિતી મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં મોરબીના વીસીપરાનો પરિવાર બહેન મનીષાના ઘરે સસરા બિમાર હોવાથી ગતકાલે સાજે ખબર કાઢવા આવ્યો હતો તે દરમિયાન સાંજના સમયે મદીના અને યુનુસ પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર નાની મોટી માથાકૂટ થઈ હતી જેમા વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પત્ની મદીના ઉ.વ 25 તેના પતિ યુનુસે ઉ.વ 52 ગળાના તેમજ પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી.
શહેરના ભવાની નગરમાં બનેલી આ ચકચારી ઘટનામાં પત્ની મદીનાની હત્યા નીપજાવી પતિ યુનુસ ફરાર થઈ ગયો હતો જોકે યુનુસની પણ ભવાનીનગરમાં હનુમાનજી મંદિર પાસેથી લાશ મળી આવી હતી તપાસમાં યુનુસે દવા પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું
હળવદ પોલીસે પતિ અને પત્નીની લાશને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે આ સમગ્ર ઘટનાને લઈ હળવદ પોલીસ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.