વાંકાનેર પંથકમાં માંથી મોટા પાયે ખનીજ ચોરી હોવાની વાત જગજાહેર છે અવાર નવાર તંત્ર દ્વારા દરોડા પાડી ખનીજ ચોરી પકડવામાં આવતી હોય છે તેમ છતાં ખનીજ ચોરી સતત વધી રહી છે આ ખનીજ ચોરીમાં મોટા પાયે વિસ્ફોટક પદાર્થોનો ગેર કાયદે ઉપયોગ થતો હોય છે ત્યારે વાંકાનેરના તરકિયા ગામની સીમ માંથી dysp એસ એચ સારડા તેમજ એસઓજી પીઆઈ તેમજ તેમની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ઓંળ નામથી ઓળખાતી સીમ માંથી મુનાભાઈ વલુભાઇ ભરવાડ, પ્રદીપ આલકુભાઈ ધાધલ,રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા અને રણુભાઈ બાલાભાઈ બાંભવાં ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 1161 કિલોગ્રામ જીલેટીન સ્ટીક 50 નંગ ઈલેક્ટ્રોનિક ડીટોનનેટર 90 નંગ ટીએલડી વાયર સાહિનો 1,28,836 નો મુદામાલ જપ્ત કર્યો હતો જયારે ઝડપાયા આરોપીઓંની પૂછપરછ કરતા વધુ બે આરોપી લોમકુભાઈ માનસિહ ખાચર અને દેવાયત ડાંગર ના નામ ખુલ્યા હતા જેના આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે