મોરબી શહેરમાં હાલ પાલિકા દ્વારા હાલ પ્રિ મોન્સુન કામગીરી ના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી તેની સફાઈ કરવામાં આવી રહી છે જોકે કેટલાક વિસ્તાર એવા છે જ્યાં હજુ પાલિકાની ટીમ પહોંચી ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સામા કાંઠે ત્રાજપર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ આવતા રોડ પર અલગ અલગ સ્થળે બે થી ત્રણ ભૂગર્ભ ગટરની લોખંડની જાળી તૂટી ગઈ છે. જેના કારણે આ સ્થળે વાહન ચાલકો સાથે મોટી દુર્ઘટના બને તેવી સ્થિતિ સર્જાઇ છે ચોમાસા વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાઈ તે પહેલાં આં સ્થળે સફાઈ કરી લોખંડની જાળી થી ઢાંકવામાં આવે તે જરૂરી છે