મોરબી નગરપાલિકા વિસ્તારમાં લોકસભા ચૂંટણી પહેલાથી સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જોકે તંત્ર દ્વારા આ કામગીરી માં યોગ્ય મોનીટરીંગ ન રાખવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે આ બન્ને રોડની કીમત રૂ 1 કરોડથી વધુની છે અને માર્ગ મકાન વિભાગના પરિપત્ર મુજબ એક કરોડથી વધુ રકમનું કોઈ પણ કામ હોય તો તે કામ સામાન્ય જનતા જોઈ શકે તે પ્રકારના બોર્ડ મુકવાના હોય છે જેમાં કામની વિગત રકમ,કઈ એજન્સી કામ કરે છે કોન્ટ્રકટરનું નામ તેમજ સુપર વિઝન કરતા અધિકારી સહિતની વિગત મુકવાની હોય છે જોકે મોરબી નગરપાલિકા દ્વારા આ બોર્ડ મુકવામાં આવે તેવી માગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ ચીફ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરી હતી