મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યુવતી ભગાડી જવા મુદ્દે બે પરિવાર વચ્ચે મોડી રાત્રે અથડામણ સર્જાઈ હતી એક શખ્સ દ્વારા રિવોલ્વર દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તેમજ મારમારી કરી હતી તો બીજા પક્ષે યુવકને ઘરે જઈ. ધોકા પાઇપ થી હુમલો કરી ઘટના તોડફોડ કરી હતી બનાવમાં એક મહિલા સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રાત્રે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.અને આં અંગે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ અલગ અલગ કલમ હેઠળગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી શહેરના વિસ્તારમાં શોભેશ્વર રોડ નજીક આવેલા લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ નામની મહિલાનો દીકરો કૂર્નેશ સુરેશભાઈ સો ઓરડી વિસ્તારમાં રહેતા સિરાજ અલી ઉર્ફે દુઃખી અમીર અલી પોપટિયાની ભાણેજ ડોલીને ભગાડી ગયો હતો જેનો ખાર રાખી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કાળા કલરની કારમાં 7 જેટલા શખ્સ ધસી આવ્યા હતા અને ત્યાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ નામની મહિલાના ઘર પાસે આવી બેફામ ગાળા ગાળી કરવા લાગ્યા હતાં અને ક્યાં છે તારો દીકરો કુરનેશ તેને બહુ હવા છે આજે કાઢી નાખવી છે મારી પાસે રિવોલ્વર અને ચોવીસ કલાક ભેગી રાખું છું.તારા છોકરાને ભડાકે દેવો છે તેમ કહી ધમકી આપતો હતો અડધી રાતે આં શખ્સોએ ધમાલ મચાવી ધોકા થી ઘરના દરવાજા પાછળતા ભાનુબેન જાગી ગયા હતા અને પરિવારના લોકોને જગાડતા પરિવારના સભ્યોએ તેને ઘરે જતા રહેવા સમજાવવા છતાં તે સમજ્યો નહીં અને છરી કાઢી પરિવાર પર હુમલો કરતા ભાનુબેન ને ઈજા પહોંચી હતી આં દરમિયાન આસપાસના લોકોએ એકઠા થઈ ગયા હતાં. અને જેના પગલે મોડી રાત્રે માહોલ તંગ બન્યો હતો અને સામા સામી મારામારી થવા લાગતા સિરાજ અલીને પગમાં ઈજા પહોંચતા તેની સાથે આવેલ લોકો ભાગી ગયા હતા તો ભાનુબેન દિયર સમીરભાઇ ને પણ ગંભીર ઈજા પહોંચતા સમર્પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ભાનુબેન સિરાજ પોપટિયા, દિલીપ કોળી,રોહિત ઉર્ફે ટકો ,કલ્પેશ કોળી,અનીસ સહિતના 7 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
તો સામે પક્ષે સિરાજ પોપટિયાએ સુરેશ ભરવાડ,ભાનું ભરવાડ સમીર ભરવાડ ગોપાલ, હિતેશ, ગોપાલના બે ભાઈઓ,રાહુલ કૂરનેશ,મકબૂલ પીંજરા સહિતના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી જેના તેની ભાણેજ ડોલીને ભગાડી જવા આરોપી રાહુલે ફોન પર ધમકી આપી હત્તી કે તું તારી તૈયરીમાં રહેજે તને મારી નાખવો છે જોકે સિરાજે જ્ઞાતિના આગેવાનો સાથે સંર્પક માં રહી ઘર મેળે સમજૂતી કરી લેવાનું કહી તેને ફોન ન કરવા સમજાવવા તેના ઘરે ગયા હતા આરોપી સમીરે તેને સબંધીઓને ફોન પર બોલાવી તેના પર હુમલો કરી પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. તો અન્ય આરોપીઓ તેના ઘરે જઈ ઘર અને વાહનમાં તોડ ફોડ કરી હતી અને મહિલાઓને ગાળો આપી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમ લક્ષ્મી નગર તેમજ સો ઓરડી વિસ્તારમાં પહોંચી હતી અને મામલો વધુ ન બિચકાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે સામે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.