Monday, July 14, 2025
HomeGujaratરીઝનલ કમિશ્નરની મુલાકાત પહેલા પાલિકા જાગી,કચેરી બહાર વર્ષોથી જામેલા કચરો હટાવવા આખી...

રીઝનલ કમિશ્નરની મુલાકાત પહેલા પાલિકા જાગી,કચેરી બહાર વર્ષોથી જામેલા કચરો હટાવવા આખી ફોજ ઉતારી

મોરબી પાલિકામાં સફાઈનો પ્રશ્ન એટલી હદે વકરી છે કે શહેરના વોર્ડ વિસ્તાર મુખ્ય માર્ગોની સાથે સાથે પાલિકા કચેરીની આસપાસ જ મોટા પાયે કચરાના ઢગલા ખડકી દેવાયા છે સ્થિતિ એટલી હદે ખરાબ છે કે પાલિકાની કચેરીનો પાછળનો ભાગ ભંગારના ડેલા જેવો બની ગયો છે સેનિટેશન વિભાગ વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ ખર્ચતું હોવા છતાં ખાટલે મોટી ખોટ હોય તેમ પાલિકા કચેરીમાં સફાઈનો અભાવ જોવા મળે છે.
વર્ષોથી ગંદકીથી ખદબદતા પાલિકા વિસ્તારને સાફ કરવામાં જાણે તંત્રને કોઈ રસ ન હોય તેવી સ્થિતિ બની હતી જોકે જયારે શહેરમાં કોઈ મોટા ગજાના નેતા કે ઉચ્ચ અધિકારીઓ મોરબી આવે ત્યારે વહાલા થવા સફાઈ અભિયાનના ડીંડક કરવામાં આવતા હોય છે આવું જ ડીંડક પાલિકાએ આજે આદર્યું છે
સ્વપ્નીલ ખરે રીઝનલ મ્યુનિસિપાલીટી કમિશ્નર રાજકોટ ઝોન હાલ અલગ અલગ નગરપાલીકાની મુલાકાત લઇ રહ્યા છે અને તેના ભાગરૂપે આવતીકાલે રીઝનલ કમિશ્નર મોરબીની મુલાકાત માટે આવી રહ્યા છે અને પાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર તેમજ વિવિધ શાખા અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરવાના છે

રીઝનલ કમિશ્નરની હાજરીને ધ્યાને લઈ પાલિકા દ્વારા અચાનક સફાઈ અભિયાનનું બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ પાલિકા કચેરીની આસપાસ વિસ્તારમાં સફાઈ કર્મીઓની ફોજ તેમજ જેસીબી અને ટ્રક ટ્રેક્ટર ગોઠવી વર્ષોથી ખડકાયેલ કચરા દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.મોટા અધિકારીઓ અને નેતાઓ આવે ત્યારે સફાઈ કરતું સેનીટેશન વિભાગ રોજે રોજ સફાઈ બાબતે પુરતું ધ્યાન આપે સમગ્ર મોરબી વાસીઓને ગંદકી માંથી મુક્તિ મળશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page