ખેડૂતોને જો નકલી બિયારણ પધરાવી દીધા બાદ જો નુકશાન થાય તો જવાબદારી કોની ?
રાજ્યભરમાં દર વર્ષે ચોમાસા પૂર્વે જયારે ખેડૂતો વાવેતર માટે કપાસ મગફળી તેમજ અન્ય પાકના બિયારણની ખરીદી કરે છે અને આ સમયે મોટા પાયે ખરીદી કરતા હોય છે અને તેનો લાભ લઇ કેટલાક બિયારણ માફિયા ભળતા નામના કે હલકા કે ગુણવતા વિહીન બિયારણ ખેડૂતોને પધરાવી દેતા હોય છે સરકાર દ્વારા દર વર્ષે આ અંગે ખેતીવાડી વિભાગને આદેશ કરી તેની ચકાસણી કરવા સુચના આપતા હોય છે જોકે મોરબીમાં ચકાસણી થાય છે કે કેમ તે ભગવાન જાણે કારણ કે ચોમાસા બેસવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોરબીના અલગ અલગ એગ્રો શોપ અને તેના ગોડાઉનમાં પડેલા લાખોની કિમતના આ બિયારણના જથ્થામાં કેટલું બિયારણ ગુણવતા વાળું છે કે નકલી તે કોઈ જાણતું જ નથી રાજ્ય સરકાર દ્વારા તો દરેક જિલ્લા મથકમાં બિયારણ ચકાસણી કરવા આદેશ કર્યો છે ખુદ સરકાર દ્વારા એક ફલાઈગ સ્ક્વોડ બનાવી ચકાસણી પણ કરવી છે જોકે મોરબીમાં હજુ મુર્હુત ન આવ્યું હોય તેમ ચકાસણીના નામે શું ચાલે છે તે ભગવાન જાણે ત્યા ખેડૂતોના હિતને ધ્યાને લઇ તંત્ર વહેલી તકે જાહેર અને ચકાસણી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે