માળીયાના ખીરઈ ગામે રહેતા રવાભાઈ અભરામભાઈ નોતીયાર એ ગઈકાલે રાત્રીના સમયે તેના પત્ની હવાબેન સાથે તેનું GJ-36-AG-9442 નંબર નું એક્સેસ મોટર સાયકલ ઉપર અંજીયાસર ગામેથી પરત આવતા હતા ત્યારે માળીયા – કચ્છ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક વિશાલા હોટલ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા હવાબેનનું માથું ટાયર નીચે કચડી નાખી રવાભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચડતા બન્ને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તે બંને ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.રવાભાઈના પુત્ર ગફુરભાઇ રવાભાઇ નોતીયાર એ આ બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી, માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.