શીપીંગ કંપનીના મેનેજરે બે ટ્રક ચાલક તેના માલિક અને સહિતના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મોરબી ના નવલખી પોર્ટ પરથી મોટા પાયે ઇન્ડો એશિયન કોલસો ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને ત્યાંથી અલગ અલગ કંપનીઓને વેચવામાં આવતા હોય છે અને નવલખી પોર્ટમાં શ્રીજી કંપની પોર્ટમાં કોલસા લોડ અને અનલોડ કરવાના કોન્ટ્રાક્ટ સંભાળતી હોય અને તેમાં અન્ય ઈમ્પોર્ટ કરતી પાર્ટીઓ પૈકી ડેલ્ટા ગ્લોબલ રિસોર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ અહીં કોઈ શોપ કરવામાં આવ્યો હોય આ કોલસો જે પ્લોટમાં સ્ટોર કરેલ હોય ત્યાંથી પાર્ટી ના કરયા પ્રમાણે કોલસાનું વેચાણ માટે લોડીંગ સ્લીપ બનાવી અને તેનો ટ્રક ટ્રેલરમાં કોલસો ભરી આપવામાં આવતો હોય છે ગત તારીખ 4 મહિનાનો રોજ પણ અંદાજિત 56,250 ટન રિપોર્ટ કરેલા ઈન્ડો એશિયન કોલસા તે પ્લોટ માં ઉતારેલા હતા
દરમિયાન ગત 8 ના રોજ જીજે36વી 3888 તેમજ જી જે 36 ટી 6700 નંબરના ટ્રક કોલસો ભરવા આવ્યા હતા તેઓએ નિયમ મુજબ લોડીંગ સ્લીપ બતાવી હતી જેના આધારે કોલસો ભરી આપ્યો હતો. જે બાદ ટ્રક પોર્ટ બહાર કોલસો ભરીને નિકળી ગયો હતો.
રોજના નિયમ મુજબ રોજનો કલોઝીંગ રિપોર્ટ તૈયાર કરતા 18 ટ્રક પેન્ડીગ હોય આં દરમિયાન સિક્યુરિટી માણસે અગાઉ જે બે ટ્રકમાં કોલસો ગયો હતો. તે વિશે જાણ કરતા તે અંગે તેઓએ તપાસ કરતા આં બન્ને ટ્રક બોગસ બીલ્ટી થી
જીજે36વી 3888 તેમજ જી જે 36 ટી 6700 નંબરના ટ્રક કોલસો ભરાયાં હોવાનું સામે આવતા કંપનીના મેનેજર ઉદય દામોદર લાલ દ્વારા જીજે36વી 3888 તેમજ જી જે 36 ટી 6700 નંબરના ટ્રકનો ચાલક અને માલિક તેમજ નકલી બિલ્ટી બનાવનાર શખ્સ સામે માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી