હાઈકોર્ટના આદેશ ને પગલે રાજ્યભરમાં તંત્ર દ્વારા ધાર્મિક જગ્યા પર દબાણ દુર કરવાના ઉદેશથી રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેકટરને સુચના આપી આવી મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો અને આવી નડતર રૂપ મિલકતોને નોટીસ ફટકારી તેની જગ્યાની માલિકી હક રજુ કરવા નોટીસ અપાઈ છે મોરબીમાંથી પણ 45 મંદિરને મિલકતના ,માલિકી હક અંગે ના પુરાવા રજુ કરવા નોટીસ ફટકારવામાં આવી છે જોકે આ નોટીસ બાદ અલગ અલગ સ્થળોએ વિરોધ શરુ થયા છે અને આ મુદે મોરબીમાંથી અલગ અગલ આગેવાનો દ્વારા ૧૪૫૮ જેટલા લોકોની સહિ સાથે એક પત્ર મુખ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી શહેર ની હદ માં આવેલ ૪૫ પૌરાણિક હિન્દુ મંદિરોને નોટીસ ફટકારવામાં આવી છે. જે મંદિરો વર્ષોથી ત્યાં જ છે જેમાં હિન્દુ ધર્મ ના આરાધ્ય દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. અસંખ્ય હિન્દુઓની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલ છે. તેમજ વિવિધ કુદરતી તેમજ માનવસર્જીત આફતો સમયે આ જ મંદિરો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે . તમામ હિન્દુઓની આસ્થા જોડાયેલ હોય . આ મંદિરો ભુતકાળ માં જ્યારે બન્યા ત્યારે જે તે સમય ના અધિકારીઓએ કોઈ પગલાં લીધેલ નથી. મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયેલ હોય, દેવી-દેવતાઓનો તેમાં વાસ હોય, લોકો ની આસ્થા તેની સાથે જોડાયેલ હોય તે મંદિરોને અકબંધ રાખવા માંગણી કરવામાં આવી છે