HomeGujaratહળવદની સરા ચોકડી પાસે પેસેન્જર ભરવા અંગે રિક્ષાચાલકો વચ્ચે મારામારી

હળવદની સરા ચોકડી પાસે પેસેન્જર ભરવા અંગે રિક્ષાચાલકો વચ્ચે મારામારી

હળવદની સરા ચોકડી પાસે રાત્રીના સમયે પેસેન્જર ભરી રહેલા રીક્ષા ચાલક ધીરુભાઈ દેવશીભાઈ સિંહોરાએ અન્ય રીક્ષા ચાલકે જે પેસેન્જરને 600 રૂપિયા ભાડું કહ્યું હતું તે જ પેસેન્જરને 400 રૂપિયાના ભાડું કહી પોતાની રીક્ષામાં બેસાડતા આરોપી વિપુલ શકુંભાઈ મેવાડા, મુનાભાઈ દિલીપભાઈ રાજપરા અને મુકેશ ચંદુભાઈ મકવાણાને સારું નહિ લાગતા ધીરુભાઈને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તે ધીરુભાઈએ હળવદ પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW