Wednesday, September 11, 2024
HomeGujaratહળવદ હોમગાર્ડઝ યુનિટ પર ફરજ નિભાવતા હરેશભાઈ રંગાડિયાનું અવસાન થતા ૧.૫૫ લાખની...

હળવદ હોમગાર્ડઝ યુનિટ પર ફરજ નિભાવતા હરેશભાઈ રંગાડિયાનું અવસાન થતા ૧.૫૫ લાખની અવસાન સહાય મંજૂર

હોમગાર્ડઝ સભ્ય સ્વ.હરેશભાઈ વાલજીભાઈ રંગાડિયાનું અવસાન થતાં હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ. ૧,૫૫,૦૦૦ની અવસાન સહાય મંજૂર કરી અર્પણ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા હોમગાર્ડઝના હળવદ યુનિટ ખાતે ફરજ બજાવતા અને હળવદના રહેવાસી હરેશભાઈ વાલજીભાઈ રંગાડીયાનું ૦૬/૦૧/૨૦૨૪ના રોજ અવસાન થતાં મે. ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ. ૧,૫૫,૦૦૦ ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજૂર કરવામાં આવી હતી.

આ સહાય અન્વયે તેમના પત્ની ગં. સ્વ. હંસાબેન હરેશભાઈ રંગાડીયાના નામનો ચેક મોરબી જિલ્લા કમાન્ડન્ટ ડી.બી. પટેલ દ્વારા સ્વ.હરેશભાઈના પુત્રને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય અર્પણ વેળાએ હળવદ યુનિટ ઇન્ચાર્જ જે.વી. ચાવડા અને મોરબી યુનિટ ઇન્ચાર્જ જે.એન. વાઘેલા, કર્મચારીઓ તેમજ હોમગાર્ડઝના સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW