મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં લુંટના ગુન્હામાં અને દેવભૂમિ દ્વારકાના ભાણવડ માં પણ લૂટના ગુનામાં 26 વર્ષથી નાસ્તો ફરતો કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયા ફકરૂભાઈ વાખલા નામના આરોપી પર પોલીસ દ્વારા 10 હજારનું ઇનામ જાહેર કરાયું હતું. તે આરોપીને જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુપડામાં રહેતો હોવાની બાતમી મળતા તે કાળુ ઉર્ફે કાળીયા ફકરૂભાઈ વાખલા ને મોરબી પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડી,તે આરોપી વિરુદ્ધ વાંકાનેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી