HomeGujaratટંકારાના સરાયા નજીકથી શંકાસ્પદ એલ્યુમિનિયમના વાયરો સાથે બે શખ્સો ઝડપાયા

ટંકારાના સરાયા નજીકથી શંકાસ્પદ એલ્યુમિનિયમના વાયરો સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ટંકારા પોલીસ મથક વિસ્તારમાં મોટા પાયે શંકાસ્પદ વાયરના જથ્થાની હેરાફેરી થઈ રહી છે અન આ વાયર ચોરાઉ હોવાની આશંકા છે આ બાતમી આધારે મોરબી એલસીબી પી આઈ એમ પી પંડ્યા પીએસ આઈ કે એ ભોચીયા અને આઈ એસ પટેલ તેમજ એલસીબી ની ટીમે અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી આ દરમિયાન ટંકારાના સરાયા ગામ પાસે વાહન ચેકિંગ કામગીરી કરી હતી તે દરમિયાન GJ-12-BZ-6538 નંબરની બોલેરો ગાડીમાં ચેકિંગ કરતા તેમાંથી બીલ વગરના એલ્યુમિનિયમના વાયરો ચોરીને લઇ જતા હતા,પોલીસે 1630 કિ.ગ્રા. એલ્યુમિનિયમ અને બોલેરો કાર સહીત કુલ રૂ.-7,26,000 નો મુદામાલ મળી આવ્યો હતો જેથી એલસીબી આ મુદામાલના બીલ અને પુરાવા તેમજ ક્યાંથી ક્યા લઇ જવા બાબતે પૂછ પરછ કરતા કોઈ યોગ્ય ખુલાસો ન કરી શકતા અંતે પોલીસે એલ્યુમિનિયમના વાયરો જપ્ત કર્યા હતા અને બોલેરો ચાલક નાર સિંકદર રહેમતુલ્લાભાઈ મોખા અને મુસ્તફા યુસુફભાઈ વોરાને ઝડપી લીધા હતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW