હળવદના વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષ મા આવેલ ધ હિન્દુ બ્રાંન્ડ નામની દુકાન સામે ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ તથા તેમના મિત્ર રવીભાઈ બાવનજીભાઈ સાકરીયાએ હાજર હતા ત્યારે GJ-13-N-4622 નંબરની સફેદ કલર ની મારૂતી વેગનઆર મા ચાર માણસો ઉતરી આવી રવીભાઈ સાથે કોઈ બાકી પૈસાની વાતચીત કરી ભુંડી ગાળો આપી પોલીસ સ્ટેશન જવાનુ બહાનુ કરી પરાણે રવીભાઈ ને તથા ધાર્મિકભાઈને તેમની મરજી વિરૂધ્ધ કારમાં બેસાડી લઈ જઈ ધાર્મિકને રસ્તામા ચુલી ગામ બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈ રવીભાઈ ને ધ્રાંગધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કર્યું હતું.તે ધાર્મિકભાઈ એ આ બનાવ અંગે ચાર આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

