મોરબી પાલિકાની હદમાં આવતા વજેપર ગામના સર્વે નમ્બર 1116 માં રાજકીય વગ ધરાવતા વ્યક્તિ દ્વારા ક્લાસિક પાર્ટી પ્લોટ નામથી ગેર કાયદેસર દબાણ તેના પર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાનો અને તેનાથી ભાડાની આવક રડતા હોવાનો કોંગ્રેસે ધડાકો કર્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા આં અંગે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીને પત્ર લખવામાં આવ્યો છે અને પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય સામાજિક પ્રસંગ થતા હોય છે અને આ જગ્યા પાસે કોઈ પણ મંજુરી ન હોય તેમજ બાંધકામ પણ ગેર કાયદેસર હોય તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે અને આ મુદે કલેકટરને પત્ર લખી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.


