ગુજરાતમાં એક પછી એક ભયાવહ દુર્ઘટનાઓ સર્જાઇ રહી છે આ દુર્ઘટના સર્જાયા બાદ સફાળું તંત્ર જાગી અને ચેકિંગ હાથ ધરતું હોય છે પરંતુ આજ દિન સુધી ગુજરાતના કે ભારતના ઇતિહાસમાં એવું નથી બન્યું કે આવી કોઈ ઘટના બન્યા પહેલા ઘટનાને રોકી શકાય તેવું કામ કોઈ તંત્રએ કર્યું હોય અરે ઘટના રોકવાની વાત તો દૂર રહી પરંતુ જ્યારે જ્યારે ગુજરાતમાં આવી કોઈ ઘટના બને છે ને ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને આ ચેકિંગ ની અંદર અનેક બેદરકારીઓ સામે આવે છે અને આ બેદરકારીઓ શા માટે ઘટના બને બાદ જ ચેક કરવામાં આવે છે શું આ અગાઉ પોતાની એસી વાળી ચેમ્બરમાં માત્ર આરામ ફરવામા જ અધિકારીઓને રસ છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ આજની ચેકિંગની નૌટંકી એ પુરવાર કર્યું છે રાજકોટની દુર્ઘટના બાદ ગુજરાત ભરની અંદર તંત્ર જાગ્યું છે અને ચેકિંગ હાથ ધરીઓ છે જોકે અનેક જગ્યાએ ફાયર એનઓસી સહિતની ચકાસણીમાં ફરિયાદ દાખલ થઈ છે પરંતુ મોરબીમાં ગઈકાલથી હાથ ધરાયેલું ચેકિંગમાં અનેક ક્ષતિઓ સામે આવી છે જેમાં આજરોજ મોરબી ફાયર ટીમ દ્વારા વિવિધ હોસ્પિટલોની અંદર ચેકિંગ હાથ ધર્યું છે જેમાં 14 જેટલી હોસ્પિટલમાંથી માત્ર પાંચ જ હોસ્પિટલમાં બયું-ફાયર એનઓસી છે જ્યારે નવ જેટલી હોસ્પિટલો રામ ભરોસે જોવા મળી છે શરમ આવે છે આવી દુર્ઘટના ઘટે ત્યાર બાદ જ શા માટે તમે ચેકિંગ હાથ ધરો છો શું તમારી જવાબદારી નથી બનતી કે શહેરની અંદર એનઓસી વગર અનેક બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અનેક જગ્યાએ ફાયરની સેફટી નો અભાવ છે તો શું આવી કોઈ ઘટના બનશે બાદ જ આપની આંખો ઉઘડશે અને આપ જે ચેકિંગ હાથ ધરી અને આવી જગ્યાઓને તમે નોટિસ આપી સંતોષ માની લેશો ? ક્યાં સુધી આવી બેદરકારી દાખવશો હજુ એ ઝુલતા પુલની દુર્ઘટના નથી ભુલાઇ હજી એ તક્ષશિલા કાંડ નથી ભૂલાતો હજુ એ અમદાવાદનો કાંકરિયા ની દુર્ઘટના નથી ભુલાઇ હજુ તો થોડા દિવસ જ થયા છે રાજકોટની એ ઘટનાને અને તમે હજુ આવી જગ્યાઓને માત્ર નોટિસ આપી સંતોષ માની લ્યો છો ક્યાં સુધી આવી બેદરકારીઓ ચલાવી લેવામાં આવશે શું આવી કોઈ ઘટના બની હોત તો એની જવાબદારી કોણ લેત તેવા સવાલો થઈ રહ્યા છે હર હંમેશા ની માફક આપ ઘટના બને અને દોડતા થાવ છો ઘટના શાંત પડે એટલે આપ પણ શાંત પડીને આપની એસી વાળી ચેમ્બરની અંદર આરામ ફરમાવો છો શું તમારી જવાબદારી નથી બનતી કે શહેરની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈને ખોટું કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ ? ક્યાં સુધી આપ રાહ જોસો જ્યારે પણ ઘટના બને ત્યારે ચેકિંગના નામે ધતિંગ કરશો અને ઘટના શાંત પડી જશે એટલે આપ પણ શાંત પડી જશો મોરબી નગરપાલિકા ફાયર સ્ટેશન દ્વારા મોરબીની વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખાસ પ્રથમ દિવસે અલગ અલગ હોસ્પિટલોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં આજરોજ 14 જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી નવ જેટલી હોસ્પિટલ ને બિલ્ડીંગ યુઝ પરમિશન કે પછી ફાયર એનઓસી નથી જેથી કરીને આવી હોસ્પિટલોને બે દિવસ નો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ સરકારની સૂચના મુજબ પાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતની અંદર છેલ્લા પાંચ વર્ષમાં અનેક એવી ઘટનાઓ બની ગઈ છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવી ઘટનાઓ સામે આવી છે હજુ પણ ક્યાંક ને ક્યાંક આવી ઘટના ન બને તે માટેની તકેદારી રાખવાના બદલે માત્ર ઘટના બને ત્યારે જ સફાળું તંત્ર જાગે છે અને ચેકિંગના નામે નાટક કરી અને ઘટના પૂરી થઈ જાય અને શાંત પડી જાય ત્યારે તેઓ પણ પોતાની ચેમ્બરમાં બેસી જતા હોય છે અત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર શું ખરેખર આ જ પ્રકારના ચેકિંગ હાથ ધરી અને આવી જગ્યા ના માલિક વિરુદ્ધ કે પછી સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે તો આવનારા દિવસો જ બતાવશે


