હળવદ તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા ટિકર રણવિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શાન્તિ બેન,રેખાબેન,બિન્દુ બેન, ભાવના બેન ચંન્દ્રીકાબેન સુપરવાઇઝર લાભુબેન , સી.ડી.પી.ઓ મમતા બેન તથા મોરબી જિલ્લા ના અગરીયા હિતરક્ષક મંચ ના કોઓડીનેટર મારૂત સિંહ બારૈયા ના સહયોગ થી હળવદ તાલુકા ના અગર ના બાળકો,કિશોરી ઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ મેડીકલ ઓફિસર દીપીકા બેન કાપડીયા દ્વારા તમામ નું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું.