મોરબી શહેરના નાની બજાર વિસ્તારમાં આવેલા મોરબી નગરપાલીકાની ઝોન ઓફિસમાં ઝોન ઇન્ચાર્જ તેની ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન વિશાલ સેજપાલ નામનો શખ્સ ત્યાં આવી પહોચ્ય્યો હતો અને તેને મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો જેમાં ઝોન ઇન્ચાર્જ અશોકભાઈ ઉઘરેજા સફાઈ કર્મીઓની ખોટી હાજરી પૂરી તેના રૂપિયા ખાઈ જાઓ છો તેવો વિડીયો ઉતારી લીધો હતો બાદમાં વિશાલે વિડીયો બંધ કરી અશોકભાઈને તેના ઘરે અને ઓફિસે સફાઈ કર્મીઓને સફાઈ માટે મોકલવા જણાવ્યું હતું તેમજ ટેબલ પર પડેલા હાજરી પત્રક લઇ ગયા હતા અશોકભાઈ સફાઈ કર્મીઓ બીજી જગ્યાએ કામ કરતા હોય તે કામગીરી પૂર્ણ કરીને તમારે ત્યાં આવશે આ બાદમાં તેઓ તેના ચીચા કંદોઈ વાળી શેરીમાં આવેલા રહેણાંક મકાન તેમજ લાલ બંબાવાળી શેરીમાં આવેલા દુકાને સફાઈ માટે ગયા હતા દુકાન પાસે વિશાલે અશોકભાઈને ગાળો આપી હતી. અને જયારે કઉ ત્યારે સફાઈ કર્મી મોકલવા પડશે નહિતર મજા નહી આવે તેવી ગર્ભિત ધમકી આપી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.