(1)મોરબીના શનાળા ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના શકત શનાળા ગામ શક્તિમાતાના મંદિર પાછળ સ્મશાન પાસે દારૂ સાથે રઘુભા નવુભા ઝાલા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-160 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(2)મોરબીના સાદુળકા ગામ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો
મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં હરીપર કેરાળા ગામના પાટીયા સામે અલીમામદભાઇ રસુલભાઇ જેડા ને પોલીસે દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-240 જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી
(3)વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પાસે દેશી દારૂ યુવક ઝડપાયો
વાંકાનેરના ઢુવા-માટેલ રોડ,દ્વારકાધીશ હોટલ પાસેથી દેશી દારૂ સાથે તોફીક ઉર્ફે તોફલો આદમભાઇ લધાણીને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ કુલ રૂ.-360 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે યુવક શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(4)મોરબીની નાની વાવડી ગામ પાસે જુગાર રમતા બે શખ્સો પકડાયા
મોરબીની નાની વાવડી ગામ જયશક્તિ સોસાયટી જાહેર રોડ પાસે જુગાર રમતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી અને મંગલગીરી પરષોતમગીરી ગોસ્વામી નામના બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો ગંજી પતા વડે પૈસાની હારજીત નો તીન પતિનો જુગાર રમતા હતા,તે શખ્સો પાસેથી કુલ રૂ.-11,600 મુદામાલ મળ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.તે બંને શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી
(5)મોરબીના સરતાનપર પાસે કારખાનામાં પાવડર નીચે દટાઈ જતા મોત
મોરબીના સરતાનપર રોડ કાસાગ્રેસ કારખાનામાં અનુરાગ મંગલી શેષપુર ના યુવકનું સ્ટોરેજ વિભાગમાં તેની ઉપર પાવડર પડતા તે પાવડર નીચે દટાઈ ગયો હતો.આ બનાવ અંગે આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. જાવીદ મસાક્પુત્રાએ આ બનાવ ની જાણ વાંકાનેર પોલીસને કરી હતી.