Sunday, April 20, 2025
HomeGujaratમોરબી શહેરમાં 36 કલાકના સમયાંતરે પાણી મળી રહે, એવો પાલિકાનો દાવો

મોરબી શહેરમાં 36 કલાકના સમયાંતરે પાણી મળી રહે, એવો પાલિકાનો દાવો

હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના ગેટનું રીપેરીંગ / મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી ડેમમાં પાણીના સ્તરની ઉંચાઈ ઘટાડેલ છે. જેથી પાણીના પ્રવાહનું પ્રેશર ઘટવાથી અમુક છેવાડાના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ધીમો પડયો છે. હાલ મોરબી શહેરને જરૂરી પાણીની વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ દ્વારા પૂરી કરવામાં આવે છે તથા આ પાણીનો પુરવઠો મોરબી શહેરની પાણી વિતરણની રાબેતા મૂજબની સિસ્ટમમા સતત ચાલુ રહેશે.

મોરબી શહેરને પાણી પુરુ પાડવા માટેનો જથ્થો પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં વધુ મા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જેની મોરબીની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર સંદિપકુમાર વર્માની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,240FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW