HomeGujaratCentral Gujaratએટીએસને મળી મોટી સફળતા,અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના ચાર આતંકી ઝડપાયા

એટીએસને મળી મોટી સફળતા,અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના ચાર આતંકી ઝડપાયા


ગુજરાત એટીએસની ટીમને સોમવારે મોટી સફળતા મળી હતી એટીએસની ટીમની બાતમી મળી હતી કે અમદાવાદ ઇન્ટર નેશનલ એરપોર્ટ પર મૂળ શ્રીલંકન નાગરિકની ગતિવિધિ શંકાસ્પદ હોય અને આઈ એસ આઈ એસ સાથે સાઠ ગાંઠ હોવાની આશંકા છે આ બાતમી આધારે એટીએસની ટીમ દ્વારા અગાઉથી વોચ ગોઠવી હતી પ્લેન જેવું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું કે તુરત અગાઉથી સતર્ક થયેલી એટીએસ હરકતમાં આવી હતી અને ત્યાંથી 4 શખ્સની અટકાયત કરી હતી અને તેની પૂછ પરછ કરી હતી જેમાંથી એક મૂળ શ્રીલંકન હોવાનું સામે આવ્યું છે આ લોકો આઈ એસ આઈ એસ ના આતંકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે જેમાંથી એક મૂળ શ્રીલંકન નાગરિક હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ તમામને ઝડપી લેવામાં આવ્યો છે ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી એટીએસ ની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક શકમંદ વ્યક્તિ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

જે વ્યક્તિની અટકાયત કરાઈ છે તે વ્યક્તિ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હોવાનું અને શ્રીલંકન નાગરિક હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો તેમ જ ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW