મોરબી મહિલા હેલ્પ લાઈન 181માં અજાણ્યા નમ્બરથી કોલ આવ્યો હતો કે મોરબીમાં એક મહિલા એકલી હાલતમાં ગુમસુમ હાલતમાં બેઠી હોય અને તેને મદદની જરૂર હોય આ કોલ બાદ મોરબી 181ની ટીમ સ્થળ પર પહોચી હતી અને મહિલાનું નામ સરનામું પૂછી તેનું કાઉન્સેલીગ કર્યું હતું અને તેમના પતિ ને બોલાવી તેની સાથે ઝઘડો ન કરવા બાબતે સમજણ આપી હતી અને તેના પતિને સોપી હતી
મળતી માહિતી મુજબ ગત તા 17 ના રોજ મહિલા હેલ્પલાઈન પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી શહેરમાં એક મહિલા એકલી મળી આવી છે અને વિસ્તારથી પરિચિત ન હોય અને તેને મદદની જરૂર હોય જે બાદ મોરબી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ રંજનબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા સુધી પહોંચ્યા હતા ફોન કરનાર વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા બેઠા હોય તેમજ રોતા હોય ત્યારબાદ સૌ પ્રથમ મહિલા ને સાંત્વના આપી સરળતાપૂર્વક કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેવો એમ.પી ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ સાથે આવેલ હોય પરંતુ પતિ સાથે ઝઘડો થતાં તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે તેમના પતિને સોંપેલ પતિ નું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં પોતે પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના પતિને જણાવેલ કે હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે આમ મહિલાનુ પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

