Sunday, July 7, 2024
HomeGujaratકમોસમી વરસાદની અસર ઘટી અગામી સપ્તાહ માં ફરી અંગ દઝાડતી ગરમીનો થશે...

કમોસમી વરસાદની અસર ઘટી અગામી સપ્તાહ માં ફરી અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ

હવામાન વિભાગે ૨૨મે સુધી મહતમ તાપમાન ૪૨ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાજેતરમાં મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતના અન્ય જિલ્લામાં વાતાવરણ પલટો સર્જાયો હતો અને મે મહિનામાં કમોસમી વરસાદ થયો હતો ત્રણ દિવસ દરમિયાન બપોર સુધી આકરી ગરમી પડ્યા બાદ સાંજના સમયે તેજ પવનની આંધી સાથે વરસાદ વરસતો હતો જોકે હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર ઓછી થતા હવે આકરી ગરમીનો ફરી એકવાર રાઉન્ડ શરુ થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં આગામી તા.18 થી તા.22 મે દરમિયાન સૂકું, ગરમ અને અંશત: થી મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન 41-42 ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન 24-25 ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 35-76 અને 14-25 ટકા રહેશે. પવનની દિશા વાયવ્ય અને પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ સ થી 27 કીમી/કલાક રહેવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના કૃષિ મૌસમ હવામાન કેન્દ્ર દ્વારા જણાવાયુ છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW