મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા નો દરજ્જો આપવા રાજ્ય સરકાર દ્વારા ગત બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી
હવે આ જાહેરાત બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકા માટે જરૂરી સીમાંકનની પ્રક્રિયાઓ ની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણીને કારણે હાલ આ કાર્યવાહી અટકી ગઈ હતી જોકે હવે ચૂંટણીમાંથી તંત્ર નવરું થયા બાદ મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા નો દરજ્જો આપવા જરૂરી પ્રક્રિયાઓ ફરી શરૂ કરી દીધી છે અને તેના જ ભાગરૂપે મોરબી નગરપાલિકા દ્વારા પાલિકાની હદ વિસ્તારની સીમાંકન માટે તેમજ આજુબાજુના ગામડાઓ મેળવવા જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી છે આ માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબી તાલુકા પંચાયત પાસે 14 ગામની હદ અને ક્ષેત્રફળ રજૂ કરતી વિગતો મંગાવવામાં આવી છે આ 14 ગામમાં રવાપર, શકત સનાળા, લાલપર, લીલાપર, જોધપુર, ભડીયાદ(જવાહર નગર સહિત) ત્રાજપર(માળિયા વનાડિયા સહિત) વજેપર (માધાપર સહિત) મહેન્દ્રનગર(ઇન્દિરા નગર સહિત) ઘુટુ નવી પીપળી નાની વાવડી ધરમપુર અમરેલી સહિતના ૧૪ ગામને તેની તાલુકા પંચાયત પાસે તમામ ગામની હદ અને ક્ષેત્રફળની વિગત માગવામાં આવી છે આગામી દિવસમાં આં વિગત મળ્યા બાદ ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ ખાતે મોકલવામાં આવશે અને ત્યાં થી આગળ કાર્યવાહી હાથ ધરાશે.